અંકલેશ્વર: AIAના નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે પદભાર સાંભળ્યો, મોડેલ એસ્ટેટ બનાવવાનો આશાવાદ !

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજરોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો

New Update
  • અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખે ચાર્જ સાંભળ્યો

  • વિમલ જેઠવાની પ્રમુખ તરીકે થઈ હતી વરણી

  • પૂજનઅર્ચન કરી પદભાર સંભાળ્યો

  • અન્ય હોદ્દેદારો પણ રહ્યા ઉપસ્થિત

  • મોડેલ એસ્ટેટ બનાવવાનો આશાવાદ

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજરોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો હતો ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી હતી. આજરોજ વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝરર તરીકે ચંદુલાલ અકબરી, જોઈન્ટ સેક્રેટરી તરીકે પી.આર.રાવ અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી ત્યારે તમામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલ એસ્ટેટ બને તેવા પ્રયાસ કરવામાં આવશે. ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે
Latest Stories