અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે ગટુ વિદ્યાલય
શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયુ આયોજન
વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી
ધોરણ 1થી5ના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
આમંત્રિતો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયનો ડાયમંડ થિયેટર ખાતેCBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટુ વિદ્યાલયનો ડાયમંડ થિયેટર ખાતેCBSE વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકેGACL કંપનીના ચીફ મેનેજર અજય શર્મા તથા શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રીમતી મિશેલ ગણેશાણી,GSEB આચાર્ય ડો.અંશુ તિવારી તથાCBSEના ઉપાચાર્ય સુષ્મા ચૌધરી, કોર્ડીનેટર,શિક્ષક ગણ, વિદ્યાર્થીગણ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.
વાર્ષિક સમારોહમાં નન્હે કદમ ઉંચી ઉડાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં વેલકમ ડાન્સ, માતાપિતા વંદના, એકલવ્ય થીમ ડાન્સ, દેશ કી જાન હમારે કિસાન નાટક રાજા હરિશ્ચંદ્ર, યોગા ડાન્સ, સેવ એન્વાયરમેન્ટ ડાન્સ, સ્પોર્ટ્સ ડાન્સ, ટ્રિબ્યુટ સોલ્જર, સેમી ક્લાસિકલ ડાન્સ, જેવા વિવિધ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા,મૂલ્ય શિક્ષણ, ખેડૂત, સૈનિક, વડીલોનું સન્માન,પર્યાવરણની જાળવણી વગેરે અંતર્ગત કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના કાર્યક્રમને પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.