અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
વાર્ષિક ઇન્સ્પેકશન યોજાયું
લોક દરબારનો કાર્યક્રમ યોજાયો
એસ.પી.અક્ષયરાજ મકવાણા રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કર્મીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ બાદ એસપી દ્વારા પોલીસ મથકની કામગીરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.સાથે જ લોકદરબાર પણ યોજાયો હતો.જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડો. કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં સ્થાનિકોએ ટ્રાફિક તેમજ સાઇબર ક્રાઇમ અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી.આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસે ખાતરી આપી હતી