અંકલેશ્વર: પત્નીનું મોપેડ પર અપહરણ કરી લૂંટ ચલાવનાર પતિ સહિત 2 ઇસમોની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરમાં પત્નીનું મોપેડ પર અપહરણ કરી તેની પાસેથી લૂંટ ચલાવનાર પતિ સહિત બે આરોપીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ

  • પત્નીનું કરવામાં આવ્યું હતું અપહરણ

  • પતિ અને અન્ય ઇસમે મોપેડ પર અપહરણ કર્યું હતું

  • બી ડિવિઝન પોલીસે બન્નેની કરી ધરપકડ

ગત તારીખ-18મી સપ્ટેમ્બરના રોજ મર્ડરના ગુનામાં જામીન પર છુટેલ પતિએ ગડખોલ ગામમાં આવેલ આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતી પત્ની સાથે જબરજસ્તી વાત કરવાની કોશિશ કરી હતી.બાદ પત્નીએ પતિને જતા રહેવાનું કહ્યું હતું અને તે શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી હતી તે સમયે પત્ની પાસેથી મોબાઈલ-સ્માર્ટ વોચ કાઢી લઈ એક્ટિવા પર પતિ સહિત અન્ય ઇસમે પત્ની દિવ્યા વસાવાનું મોપેડ અપહરણ કરી લઈ જતો હતો દરમ્યાન વાલિયા ચોકડી નજીક પોલીસ વેન જોતા તે મોપેડ પરથી કૂદી ગઈ હતી અને સમગ્ર હકીકતથી પોલીસને વાકેફ કરી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ રાકેશ વસાવા અને કમલ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોપેડ પણ કબ્જે કર્યું છે.
Latest Stories