New Update
/connect-gujarat/media/media_files/2025/02/19/qxgQnXZOxfw8f5sbayGI.jpg)
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે જુના છાપરા ગામના પાટિયા ઢાળ પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપવા આવેલ કુખ્યાત બુટલેગર સહીત ત્રણ લોકોને ઝડપી પાડી ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના તાડ ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ રીક્ષા વિદેશી દારૂનો જથ્થો લઇ જુના છાપરા ગામના પાટિયા ઢાળ પાસે ઝાડી વાળી જગ્યામાં આપવા આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોંચ ગોઠવી હતી.
તે સમયે રીક્ષામાંથી એક બાઈક ઉપર વિદેશી દારૂની હેરાફેરી થાય તે પહેલા જ પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૯૩ બોટલ મળી આવી હતી પોલીસે ૧૦ હજારથી વધુનો દારૂ અને વાહનો મળી કુલ ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ,ભરત ગૌતમ નાગમલ તેમજ મહેશ બળવંત મકવાણાને ઝડપી પાડ્યો હતો.જયારે અન્ય એક ઇસમ ફરાર થઇ ગયો હતો.