New Update
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની કાર્યવાહી
મુલદ ટોલપ્લાઝા નજીક ગોઠવી હતી વોચ
ટ્રકમાં બકરાને ક્રૂરતા પૂર્વક બાંધી લઈ જવાતા હતા
પોલીસે 45 બકરા મુક્ત કરાવ્યા
ટ્રકચાલક સામે કાર્યવાહી
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પાસે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા 45 બકરા મુક્ત કરાવ્યા હતા તેમજ ટ્રકચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતના જાગૃત નાગરિકને ચોક્કસ માહિતી મળી હતી કે સુરત ના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીન પાલનપૂરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને ક્રૂરતા પૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યો છે. જે માહિતી આધારે ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જતા માર્ગ પર અન્ય મિત્ર જોડે આવી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી
જ્યાં ચોક્કસ માહિતી આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતા પૂર્વક, કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા જે અંગે જરૂરી આર.ટી.ઓના નિયમ અનુસાર પશુ પરિવહનનું પરમીટ ચાલક પાસે માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો તેમજ કોઈ આધાર પુરાવાના રજૂ કરતા પોલીસે 45 બકરા મુક્ત કરાવ્યા હતા તેમજ ટ્રક ચાલક ઇલ્યાસખાન દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતેથી ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીનની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી હતી.
Latest Stories