New Update
/connect-gujarat/media/media_files/2025/06/28/ankleshwar-police-2025-06-28-16-18-10.jpg)
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુઓને મુક્ત કરાવી ચાલકને ઝડપી પાડ્યો હતો. સુરતના સાયણની નીલમ નગર સોસાયટીમાં રહેતા અને જન સુવિધા કેન્દ્રના ગૌ રક્ષક રામ તુલસી પટેલ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી કે આણંદના સામરખા ગામના નબી હાજીભાઈએ ટાટા ટ્રકમાં કતલના ઇરાદે પશુ ભરી આપ્યા છે.જે ટ્રક અંકલેશ્વર હાઇવે પરથી પસાર થનાર છે.
જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ ટેક્સ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 15 જેટલી ભેંસો મળી આવી હતી.પોલીસને જોઈ ટ્રકનો ક્લીનર ફરાર થઇ ગયો હતો.પોલીસે પાટણના સિધ્ધપુર તાલુકાના વાઘણા ખાતે રહેતો ટ્રક ચાલક આરીફ અબ્દુલ્લા રાજ મોહમંદ માંકણોજીયાને ઝડપી પાડી તમામ પશુઓ મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.