-
બિહારના મંત્રી જીવેશ મિશ્રાની પ્રેસ કોન્ફરન્સ
-
બિહાર દિવસની ઉજવણીમાં લીધો હતો ભાગ
-
બિહાર ચૂંટણી અંગે આપ્યું નિવેદન
-
225 બેઠક પર એન.ડી.એ.જીતશે
-
વકફ કાયદાનું પણ કર્યું સમર્થન
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બિહાર સરકારના મંત્રી જીવેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં મહત્વના નિવેદનો કર્યા હતા. જીવેશ મિશ્રાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એન.ડી.એ 225 બેઠકો સાથે ભવ્ય જીત નોંધાવશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જેડીયુ અન્ય સાથે ગઠબંધન કરે તો ક્યારેય સફળ નથી રહ્યું અને વિપક્ષની 2010ની ચૂંટણી કરતા પણ ખરાબ હાલત કરશે તેવું તેઓ નિવેદન આપ્યું હતું. આ તરફ વકફ કાયદા અંગે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે વકફ કાયદાના કારણે મુસ્લિમોનો એક વર્ગ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે અને આ બિલ મુસ્લિમોના હિતમાં જ છે.