અંકલેશ્વર: પાનોલી ઓવરબ્રિજ પર સિમેન્ટના સ્ટ્રક્ચર સાથે ભટકાતા બાઈક સવારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર આડશ માટે મુકેલ સિમેન્ટની પ્લેટના સ્ટ્રક્ચર સાથે ભટકાતા બાઈક સવારનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું

panoli1
New Update
અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર આડશ માટે મુકેલ સિમેન્ટની પ્લેટના સ્ટ્રક્ચર સાથે ભટકાતા બાઈક સવારનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ખાતે પાનોલી જીઆઇડીસી અને પાનોલી ગામ ને જોડતો ઓવર બ્રિજ નિર્માણ થયા બાદ હજુ સુધી શરુ કરાયો નથી. તાજેતર માં માત્ર બાઈક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે બ્રિજ પર કોઈ લાઈટ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ બ્રિજ પર સિમેન્ટના સ્ટ્રક્ચરનો ખડકલો જોવા મળી રહ્યો છે. આલુજ ગામ ખાતે રહેતા અને મૂળ સુરતના ફુરસદના 37 વર્ષીય મુકેશ વસાવા નોકરી પરથી સાંજે પરત પાનોલી બ્રિજ થઇ આલુજ ગામ જવા નીકળ્યા હતા જ્યાં બ્રિજ પર ચઢતાં જ અંધારામાં સિમેન્ટ સ્ટ્રક્ચર પ્લેટોનો ખડકલો નજરે ના પડતા બાઈક સીધી તેના જોડે ભટકાઇ હતી અને મુકેશ વસાવાનું માથું આ સ્ટ્રક્ચર સાથે ભટકતા તેનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર  જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. આ અકસ્માત અંગે પાનોલી પોલીસ ને જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને  મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ ઘટના અંગે મૃતક ના સસરા ચંદુ વસાવાની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. 
#Ankleshwar #Panoli #Overbridge #Bike rider
Here are a few more articles:
Read the Next Article