અંકલેશ્વર : શહેરના સુરતી ભાગોળમાં બિરસા મુંડા ભવનનું જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું  લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • સુરતી ભાગોળમાં બિરસા મુંડા ભવનનું લોકાર્પણ

  • જિલ્લા ભાજપ પ્રમુખના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

  • મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ ભવનનું નિર્માણ

  • રૂ.35 લાખના ખર્ચે બિરસા મુંડા ભવનનું નિર્માણ

  • ભવન સામાજિક પ્રસંગો સહિતના કાર્યો માટે ઉપયોગી  

અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું ભાજપ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બિરસા મુંડા ભવનનું  લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર અને તાલુકાના આગેવાનોસમાજના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી. 

લોકાર્પણ સમારોહમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતકારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે આ ભવનના નિર્માણથી સુરતી ભાગોળ વિસ્તારમાં સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર કાર્યક્રમો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ થશેજેના કારણે વિસ્તારના વિકાસમાં નવી ઉર્જા ઉમેરાશે.

આ ભવનનું નિર્માણ મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ રૂપિયા 35 લાખનો ખર્ચ થયો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલનો ઉપયોગ સ્થાનિક નાગરિકો વિવિધ પ્રસંગોમીટીંગોસાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક મેળાવડા માટે કરી શકશે.

Latest Stories