New Update
અંકલેશ્વરમાં ભાજપનું જનસંપર્ક અભિયાન
જીએસટી સુધારાને લઇ સંપર્ક અભિયાન
ભાજપના આગેવાનો નિકળ્યા બજારોમાં
વેપારીયો સાથે કરવામાં આવી ચર્ચા
નવા જીએસટી અંગે અપાયું માર્ગદર્શન
મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી.રીફોર્મ બાબતે ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરમાં ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે મળી ચર્ચા વિચારણા કરી હતી.
અંકલેશ્વર શહેરમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન યોજાયું હતું. મોદી સરકારે લાગુ કરેલા જી.એસ.ટી. સુધારાઓ અંગે વેપારીઓ સાથે સીધી ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું.શહેરના ત્રણ રસ્તા માર્કેટ તેમજ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ભાજપના આગેવાનો વેપારીઓને મળ્યા હતા. આ દરમિયાન જી.એસ.ટી.માં થયેલા ઘટાડા બાદ લોકો સુધી સસ્તો સામાન કેવી રીતે પહોંચી શકે તે અંગે સમજાવટ કરવામાં આવી હતી.
અભિયાનમાં ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતારાજ પુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા.વેપારીઓ સાથે થયેલી ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સરકારના સુધારેલા કર પ્રણાલીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચવા જોઈએ. આ સાથે વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા.
Latest Stories