અંકલેશ્વર: ભાજપ દ્વારા સાંસદ મનસુખ વસાવાનો અભિવાદન સમારોહ યોજાયો

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat
New Update

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો અંકલેશ્વરમાં અભિવાદન સમારોહ યોજાયો હતો. અંકલેશ્વર વિધાનસભા ભાજપ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો સતત સાતમી વખત વિજય થયો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે અંકલેશ્વર હાસોટ વિધાનસભા મતવિસ્તાર ભાજપ દ્વારા તેઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો દ્વારા મનસુખ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું. મનસુખ વસાવાએ તેઓના સંબોધનમાં તમામ મતદારો અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે વિરોધીઓ પર પ્રહાર પણ કર્યા હતા.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધીઓએ મારા અને પાર્ટી અંગે ઘણો અપપ્રચાર કાર્યો હતો, હું ક્વોરી ઉદ્યોગ અને લિઝ ધારકોનો વિરોધી હોવાનું જુઠાણું ચલાવ્યું પરંતુ સરકારના નિયમો પ્રમાણે કામ કરશો તો હું કોઈનો વિરોધી નથી 
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.