અંકલેશ્વર: પાનોલી GIDCની હાઈકલ કંપનીમાં રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં આવેલી છે કંપની

  • હાઈકલ કંપનીમાં સેવા કાર્ય

  • રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

  • 60 યુનિટ રક્ત એકત્રિત કરાયુ

  • કંપની સત્તાધીશો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહત માં આવેલ હાઈકલ કંપની ખાતે  રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી હાઇકલ કંપનીમાં સમયાંતરે સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેવાકાર્યો કરવામાં આવે છે ત્યારે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં એમ.ડી. સમીર હિરેમેથે અને માનવ સંસાધન પ્રમુખ રતીશ ઝા, નિરાલી વોહરા તેમજ કંપનીના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: નૈઋત્યના ચોમાસાનું આગમન, જિલ્લાના 6 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update

ભરૂચમાં નૈઋત્યના ચોમાસાનું આગમન

સમી સાંજના સમયે વરસાદ વરસ્યો

9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો

ગાજવીજ સાથે વરસાદ

વાતાવરણમાં ઠંડક

ભરૂચ અને અંકલેશ્વરમાં વિધિવત ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો સમી સાંજના સમયે જિલ્લાના 9 પૈકી 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ અને અંકલેશ્વરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ગતરોજની જેમ રવિવારે પણ બપોર બાદ કાળા દિબાગ વાદળોની ફોજ આવી પહોંચી હતી અને પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટ તેમજ બફારાથી રાહત મળી હતી. રવિવારની રજા લોકોએ વરસાદની મજા વચ્ચે માણી હતી નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે બેસી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ જિલ્લામાં સાંજના સમયે વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વાલિયામાં 20 મિમી,નેત્રંગમાં 19 મિમી, હાંસોટમાં 14 મિમી,ઝઘડિયા 5 મિમી, ભરૂચ 4 મિમી,અંકલેશ્વરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.સત્તાવાર ચોમાસું શરૂ થતાં પહેલાં જ અત્યાર સુધી મૌસમનો કુલ 16.22 ટકા વરસાદ નોંધાયો છે.