New Update
/connect-gujarat/media/media_files/2025/06/15/mrAAZqrqJpC5vMkxZ1rs.jpg)
નેશનલ બ્લડ ડોનેશન ડે નિમિતે અંકલેશ્વરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરા અને CISF UNIT ONGC આંબોલી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુશાંત કઠોરવાલા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરાની મેડિકલ ઓફિસર ડો. ઇન્દિરાબેનના માર્ગદર્શન હેઠળ સંચાલિત કરવામાં આવ્યો હતો. સી.આઈ.એસ.એફ.ના કમાન્ડન્ટ કૃતિકા નેગીના સહયોગથી કુલ ૩૧ યુનિટ બ્લડનું એકત્રિત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સીસોદરા આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર દીપક પટેલ અને શહેનાઝબેન વડવાણિયા તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.