New Update
અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ.
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર ૩ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે ૬૮મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્ય ધર્મેશ ડોબરીયાના જન્મદિવસ નિમિતે યોજાયો હતો.જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ.સમગ્ર દિવસ દરમ્યાન ૧૫૦થી વધુ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના ધર્મેશ ડોબરીયા,મયુર કોટડીયા, મહેશ સાબલપરા, પ્રદીપ માલવિયા,આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories