અંકલેશ્વર : વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મભગીની ગૃપ દ્વારા કાર્યક્રમનું કરાયું આયોજન

અંકલેશ્વરના હેક્ષોન આર્કેડ ખાતેની હોટલ સિલ્વરલિફમાં વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મભગીની ગૃપ દ્વારા ઉત્સવમય કાર્યક્રમનું અદભૂત અને યાદગાર આયોજન કરવામાં આવ્યું

New Update
  • વિશ્વ મહિલા દિનની ઉજવણી

  • બ્રહ્મભગીની ગૃપ દ્વારા કરાઈ ઉજવણી

  • વિવિધ રમતનું કરાયું આયોજન

  • મહિલાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો 

  • મોટી સંખ્યામાં મહિલા સભ્યો રહી ઉપસ્થિત 

અંકલેશ્વરની એક ખાનગી હોટલ ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મભગીની ગૃપ દ્વારા ઉત્સવમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના હેક્ષોન આર્કેડ ખાતેની હોટલ સિલ્વરલિફમાં વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે બ્રહ્મભગીની ગૃપ દ્વારા ઉત્સવમય કાર્યક્રમનું અદભૂત અને યાદગાર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિવિધ રમતોમાં બ્રહ્મભગીની ગૃપની મહિલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ વૈભવીબેન ભટ્ટ,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના  પ્રમુખ ચંદુભાઈ જોષી,ઉપપ્રમુખ યોગેશભાઈ પારીક,મહામંત્રી ભાસ્કરભાઈ  આચાર્ય,મહિલા પ્રમુખ રૂપલબેન જોષી સહિતના હોદ્દેદારો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories