New Update
અંકલેશ્વરનો ચકચારી બનાવ
સાળાએ મિત્રો સાથે મળી કરી યુવાનની હત્યા
બનેવીના મોબાઈલની ચોરીની શંકાએ હત્યા કરાય
રીક્ષામાં અપહરણ કરી યુવાનને માર મરાયો
પોલીસે 2 આરોપીઓની કરી અટકાયત
અંકલેશ્વરમાં બનેવીના મોબાઇલની ચોરીની આશંકાએ સાળાએ તેના મિત્રો સાથે મળીએ એક યુવાનની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઇસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગત તારીખ-20મી ઓગસ્ટના રોજ રાતે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરેના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરે અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રએ મરાઠી યુવાનનું ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરેની રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટાનો માર માર્યો હતો એટલાથી નહીં અટકતા અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહેરેની રિક્ષામાં પિરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માહ્યાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યા લઈ જઈ ત્યાં ગેસની પાઇપ વડે મોહિત અને લાલુરામ દોહેરેએ ફરી યુવાનને માર મારી મોતને ઘાટ ફરાર થઈ ગયા હતા.પોલીસે ગણતરીના કલાકોમાં ઉદ્દલસિંગ પુત્તુંલાલ દોહેરે અને લાલુરામ દોહેરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories