અંકલેશ્વર: શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં  કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું

યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
aa

શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં  કારકિર્દી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં  કારકિર્દી માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.તા.14 મેના રોજ શાળામાં યુ.પી.એલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના તજજ્ઞો દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞો  દર્શન શુક્લ,  પીન્ટુ પ્રસાદ, મનીષા મૌર્ય અને ટ્વિંકલ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમને કારકિર્દી અંગેના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.પાવર પોઇન્ટ પ્રેસેન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 -12 પછી ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 
Latest Stories