અંકલેશ્વર: હજરત ગાંડેબાવાના ૪૬માં સંદલ શરીફની ઉજવણી
અંકલેશ્વરમાં હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલે અલી કાદરી બાબા ઉર્ફે હજરત ગાંડેબાવાનો ૪૬માં સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
અંકલેશ્વરમાં હજરત પીર સૈયદ મોહંમદઅલી ફજલે અલી કાદરી બાબા ઉર્ફે હજરત ગાંડેબાવાનો ૪૬માં સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી
ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.
ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'' શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર, 2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોય, જે પણ વડીલની ઉંમર 70 વર્ષથી વધુ છે, તો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.
આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરી, ઘૂંટણ અથવા થાપામાં દુખાવો, મોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.
આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાન એલ.બી.પાંડે, મગન પટેલ, ભરત પટેલ, ચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.