/connect-gujarat/media/media_files/2024/10/26/XX9Ea8GaXVQeIVCqDBxo.jpeg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની જાણીતી શાળા એવી ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના નર્સરીથી ધોરણ 2ના બાળકો રંગીન પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા./connect-gujarat/media/media_files/2024/10/26/12.jpeg)
ગત તા. 25 ઓક્ટોબર 2024 શુક્રવારના રોજ અંકલેશ્વરની ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગીન પોશાકમાં સજ્જ શાળાના નર્સરીથી ધોરણ 2ના બાળકો દ્વારા સૌપ્રથમ પ્રાર્થના ગીત રજૂ કરી માતા લક્ષ્મીની આરતી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકોએ બાળકોને દિવાળી પર્વનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષિકા બહેનોએ રામ આયેંગે ગીત પર નૃત્ય કરીને દિવાળી પર્વની સમજૂતી આપી હતી.
/connect-gujarat/media/media_files/2024/10/26/13a.jpeg)
પર્વની વિશેષતા દર્શાવવા માટે નાના-નાના ભૂલકાઓ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીનો વેશ ધારણ કરીને આવ્યા હતા. ત્યારબાદ બાળકોએ ભગવાન શ્રી રામના ભજન પર નૃત્ય કર્યું હતું. ત્યારબાદ શાળાના બાળકોએ દીવા હોલ્ડર તેમજ દિવાઓ શણગાર્યા હતા. શાળાના બાળકો હિન્દુત્વનું મહત્વ સમજે અને હિન્દુઓના મહાન અને સૌથી મોટા પર્વ વિશે માહિતી મેળવી શકે તેમ ચાણક્ય વિદ્યાલયમાં દિવાળી પર્વની ઉજવણીનો મુખ્ય હેતુ રહ્યો છે. આ સાથે જ સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લેતા શાળાના સંચાલકોએ ગર્વની લાગણી અનુભવી હતી.