New Update
-
અંકલેશ્વરમાં બન્યો હતો ચોરીનો બનાવ
-
શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં થઈ હતી ચોરી
-
રૂ.1.76 લાખના કેમિકલ પાઉડરની ચોરી
-
પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
-
એક આરોપી વોન્ટેડ
અંકલેશ્વરની શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં છેલ્લા ત્રણ મહિનામાં 80 કિલો કેમિકલ પાવડરની ચોરીમાં ભરૂચ એલસીબીએ ત્રણ તસ્કરોની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 1 લાખ 76 હજારની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી.
જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભરૂચ એલસીબીએ તપાસ શરૂ કરી હતી. ઉત્તરપ્રદેશના અને હાલ ગડખોલની ગોકુલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ, બાદલ યાદવ તેમજ રણજિત કુવરની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે તેઓ પાસેથી રૂપિયા 1 લાખ 69 હજારની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20 હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો. સાથે પ્રભાત મંડલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories