અંકલેશ્વર : યુવામિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં વિવિધ શાળાના બાળકો ગરબે ઘૂમ્યા !

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી 

New Update
Advertisment

અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ઉજવણી

Advertisment

યુવા મિત્ર મંડળ દ્વારા કરાયુ છે આયોજન

નવરાત્રી મહોત્સવમાં બાળકોને અપાયું આમંત્રણ

વિવિધ શાળાના એક હજાર બાળકો ગરબે ઘૂમ્યા

મંડળના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી હતી 
Advertisment
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા ટ્રસ્ટની વાડી ખાતે યુવા મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા ઉત્સવમાં આજરોજ આયોજકો દ્વારા જી.આઈ.ડી.સી.ની વિવિધ શાળા  શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા, શારદા ભવન સ્કુલ, આંગણવાડી, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજીત ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા.જયારે બાળકોને પ્રોત્સાહિત ગીફ્ટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી,સેક્રેટરી ધર્મેશ ડોબરીયા,પ્રદીપ માલવિયા,કાંતિ દુધાત,મહેશ સબલ્પરા તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories