અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ચક્કાજામની સ્થિતિ,5 કી.મી સુધી ટ્રાફિકજામ

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

New Update

અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી 

ભરુચ જીલ્લામાં ભારે વરસાદ ખાબકતાં જિલ્લામાથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ત્યારે આજરોજ ફરી અંકલેશ્વર હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મસમોયા ખાડાઓને પગલે સુરત તરફ જતી લેન પર 5 કિલો મીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી.જ્યારે વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક સાંકડો માર્ગ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી છે તેવામાં જિલ્લા ટ્રાફિક પોલીસ જવાનો આમલાખાડીના બ્રિજ પાસે ખડેપગે ટ્રાફિક મેનેજ કરતાં નજરે પડ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે આમલાખાડી બ્રિજ ઉપર પડેલ ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવે તે જરૂરી છે.
Latest Stories