અંકલેશ્વર:  શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી કારના બોનેટમાંથી વિદેશી દારૂના 180 નંગ પાઉચ મળી આવ્યા હતા.પોલીસે 28 હજારનો દારૂ મળી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

New Update
Prohibition
શનિવારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કસ્બાતીવાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલેક તેની એક્ટિવા લઈ સર્વોદય નગરથી નવી રેલવે લાઈનના સંજાલી રેલવે સ્ટેશન તરફ જવાના રોડ બાજુ વિદેશી દારૂનો જથ્થો લેવા જનાર છે.જેવી બાતમીના આધારે જી.એસ.ફાર્મ પાછળ પોલીસનો સ્ટાફ જતા બંને ઈસમો ઇક્કો કારના બોનેટ ખોલી કઈક કરતા નજરે પડ્યા હતા.
પોલીસ સ્થળ પર પહોંચી કારના બોનેટમાંથી વિદેશી દારૂના 180 નંગ પાઉચ મળી આવ્યા હતા.પોલીસે 28 હજારનો દારૂ અને 3 લાખની ઇક્કો કાર તેમજ એક્ટિવા મળી કુલ 3.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે કસ્બાતીવાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલેકને ઝડપી પાડ્યો હતો.
Latest Stories