અંકલેશ્વર શહેર અને GNFC બસ ડેપોનો રૂ.14 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ, એરપોર્ટ જેવી 25 સુવિધા મળશે

અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

New Update
  • અંકલેશ્વરમાં આવેલો છે 50 વર્ષ જૂનો ડેપો

  • એસ.ટી.બસ ડેપોનું કરાશે નવીનીકરણ

  • GNFC બસ ડેપોનો પણ થશે કાયાકલ્પ

  • બન્ને ડેપોની કામગીરીનું કરાયુ ખાતમુહૂર્ત

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર શહેરમાં આવેલા બસ ડેપો તેમજ ભરૂચના જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ૧૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા બસ ડેપોનું ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરમાં આવેલ એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવશે. રૂપિયા ૧૪ કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ,અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisment
ભરૂચના જી.એન.એફ.સી. બસ ડેપોનું રૂ.266.97 લાખ અને અંકલેશ્વરમાં 50 વર્ષ જૂના શહેર ડેપો અને વર્કશોપનું રૂ.1154.18 લાખના ખર્ચે નવીનીકરણ થશે.જીએનએફસીની કામગીરી 11 મહિનામાં તો અંકલેશ્વર ડેપો અને વર્કશોપની કામગીરી 18 મહિનામાં પૂર્ણ થશે ત્યાં સુધી બંને સ્થળે હંગામી ડેપો બનશે. બંને એસટી બસ ડેપોની કાયકલ્પ થતા બસ ડેપોમાં પણ લોકોને એરપોર્ટ જેવી 25 સુવિધા પ્રાપ્ત થશે.
Advertisment
Read the Next Article

ભરૂચમાં “વિજકાપ” : 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં..!

ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી વિજકાપ રેહશે

New Update
power cut
ભરૂચ શહેરના 11 KV સોનેરી મહેલ ફીડર પર અગત્યના સમારકામ હેતુ આવતીકાલે તા. 23 મેં-2025 શુક્રવારના રોજ વીજ ગ્રાહકોને 6 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા DGVCL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Advertisment
આવતીકાલે તા. 23મી મેં-2025 શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. દ્વારા ભરૂચ શહેરમાં 11 KV સોનેરી મહેલ ફીડર પર અંડર ગ્રાઉન્ડ કેબલ ચાર્જ કરવાની કામગીરી તથા અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સવારે 9થી બપોરે 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે. જેના પગલે ભરૂચ જિલ્લા પંચાયત કચેરી, મિલેનિયમ માર્કેટ, મોદી કમ્પાઉન્ડ, પરમાર બુટ હાઉસ, શાસ્ત્રી માર્કેટ, 7-X, ડુમવાડ, સોનેરી મહેલ પાણીની ટાંકી વિસ્તાર, આચારવાડ રોડ, ગોલવાડ, ભોયવાડ, એદ્રુસ રોડ, નવાડેરા, લાલભાઇની પાટ, લલ્લુભાઇ ચકલા, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. જોકે, વીજ નિગમ દ્વારા 6 કલાક બાદ કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Advertisment