અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો, રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કરાયું...

અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું

New Update
  • શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન

  • નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું

  • રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો

  • રાજ્યમંત્રીએ ઉપસ્થિતોને નવાવર્ષની શુભેચ્છા આપી

  • મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો-કાર્યકરોની હાજરી 

ભરૂચ જિલ્લા અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાજ્યમંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

નૂતન વર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરવાના અમૂલ્ય અવસર તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા  અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકાના સભ્યોવિવિધ સમાજના આગેવાનોસામાજીક સંસ્થાના આગેવાનોએ રાજ્યમંત્રી ઈશ્વર પટેલનું અભિવાદન કર્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયાંઅંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણાઅંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતા રાજપુરોહિતકારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ભાજપના આગેવાનોકાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વર પટેલે ઉપસ્થિતજનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

Latest Stories