અંકલેશ્વર: શહેરમાં હવે કચરાના ઢગ નહીં જોવા મળે! ન.પા.દ્વારા 13 સ્થળો નક્કી કરી સુશોભનની કામગીરી શરૂ કરાય

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 

New Update

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરની ૧૩ જગ્યા ઉપર નક્કી કરાયેલા જી.વી.પી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 

ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેર વિવિધ ૧૩ જગ્યા ઉપર ગાર્બેજ વર્નરેબલ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં બે સ્થળોએ કેમેરા,ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદી નગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જી.વી.પી પોઇન્ટના રૂ.15 લાખના કામનું પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નીલેશ પટેલ અને અન્ય નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સુશોભનના કાર્યો કરવામાં આવશે જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો અભિગમ દાખવવામા આવ્યો છે
Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.