New Update
-
અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત છે સંસ્કારદીપ વિદ્યાલય
-
શાળામાં સ્મૃતિ પર્વની ઉજવણી કરાય
-
ડી.એ.આણંદપુરાની જન્મ જયંતિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
-
વિવિધ સ્પર્ધાઓનું કરાયુ આયોજન
-
શાળા પરિવાર અને વાલીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સ્મૃતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર ડી.એ.આણંદપુરાની જન્મ જયંતી નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં સ્મૃતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે હિતેન આનંદપુરા,કે શ્રી વત્સન, એન.કે.નાવડીયા,ડો.હરેશ શાહ, ગીતા શ્રીવત્સન, અને શાળાના ઇન્ચાર્જ આચાર્યા રૂપાબહેન નેવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સ્મૃતિ પર્વ નિમિત્તે બુક રીવ્યુ , નૃત્ય તથા ડી.એ.આનંદપુરાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા.
આ સાથે જ યોગા, દેશભક્તિ ગીત, વોલીબોલ, લોકવાર્તા સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં 315 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત..
Latest Stories