New Update
-
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલું છે રામકુંડ
-
શ્રી રામ ચરિત માણસ કથાનું કરાયુ હતું આયોજન
-
કથાની આજરોજ પુર્ણાહુતી કરાય
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વરના તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે શ્રી રામ ચરિત માનસ કથાની રામનવમીના પાવન અવસરે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રામકુંડના 66માં વાર્ષિકોત્સવ નિમિત્તે મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત શ્રી રામ ચરિત માન્સ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ સંત પ્રીયાંશુજી મહારાજ રામ કથાનું અમૃતમાયવાણીમાં રસપાન કરાવી રહ્યા હતા. આજરોજ રામનવમીના પાવન અવસરે કથાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories