અંકલેશ્વર: ગણેશ વિસર્જન માટે નગર સેવા સદન દ્વારા 3 કૃત્રિમ જળકુંડનું કરાયુ નિર્માણ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું

New Update

અંકલેશ્વરમાં ગણેશ વિસર્જનની તૈયારી

નગર સેવા સદન દ્વારા તૈયારીઓ શરૂ કરાય

3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયુ

નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ રહેશે તૈનાત

સ્થાનિક તરવૈયાઓની પણ લેવાશે મદદ

અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ કૃત્રિમ જડકોનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે જળકુંડમાં જ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે

દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશમહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જેમાં જૂની દીવી ગામ નજીક આવેલ બળિયા બાપજીના મંદિર પાછળ, જળકુંડ અને સુરવાડી ગામ નજીક કુત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે.

વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે. ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે.શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે..

#અંકલેશ્વર નગર સેવાસદન #કૃત્રિમ જળકુંડ #Ankleshwar Ganesh Visarjan #Ganesh Visarjan #ગણેશ વિસર્જન #Ganesh Utsav #Bharuch Ganesh Visarjan #Ankleshwar nagarpalika
Here are a few more articles:
Read the Next Article