અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરની ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

New Update
Compresser stolen
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ત્રણ રસ્તા સર્કલ સ્થિત શાક માર્કેટ પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ફરિયાદીને ત્યાં ડ્રાયવર તરીકે નોકરી કરતો હતો અને પગારના બાકી રૂપિયા બાબતે વર્ષ 2022માં આરોપીએ ફરિયાદીના  કોમ્પ્રેશરની ચોરી કરી તેને વેચી દીધું હતું.આ અંગેની ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે.
Latest Stories