અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

ઝડપાયેલ આરોપી શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.

New Update
theft accused
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્ય પ્રદેશ અને હાલ મુંબઈના પનવેલના સફાયર ઇ.વી.સોસાયટીમાં રહેતો શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડે ઇ.વી.સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેની ધરપકડ કરી હતી. ઝડપાયેલ આરોપીએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.
Latest Stories