New Update
/connect-gujarat/media/media_files/2025/07/17/bff-2025-07-17-09-14-31.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાએ એલ.સી.બી.ના અધિકારી કર્મચારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમ્યામ બાતમી મળી હતી કે રાજકોટ ગ્રામ્યના 3 અલગ અલગ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રીયાઝ ખાન ઉર્ફે મુન્નો મેહબુબખાન પઠાણ રહે, હાલ કસ્બાતીવાડ સફીકભાઈ મલેકના મકાનમાં અંકલેશ્વર શહેર તેના ઘરની બહાર ઉભો છે જેના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી હતી.ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.