New Update
/connect-gujarat/media/media_files/2025/05/23/5BzfZfkbn7qwjVyD0dsp.jpg)
અંકલેશ્વર અને પાનોલીમાં ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે માહિતી મળી હતી કે પાનોલી અને અંકલેશ્વર વિસ્તારમાં એક વર્ષ અગાઉ હાઇવે પર ટ્રક ડ્રાઇવર તથા રાહદારીઓને કોઇના કોઇ બહાને ઉભી રખાવી હાઇવે નજીકમાં અવાવરૂ જગ્યાએ ખેંચી લઇ જઇ માર મારી ધાડ કરતી -કંજર ગેંગ' પકડાય હતી.
આ કંજર ગેંગનો સાગરીત રામલાલ શેતાનીયા (કંજર) છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો છે અને તે અંકલેશ્વરમાં વાલીયા ચોકડી ખાતે જોવામાં આવ્યો છે. જેથી એલ.સી.બી.ટીમ દ્વારા અંકલેશ્વરમાં અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને વાલીયા ચોકડી નજીકથી ઝડપી પાડી તેની પુછપરછ કરતા તે એક વર્ષ અગાઉ કંજર ટોળકી સાથે હતો અને તેની સાથેના માણસો પકડાઇ જતા તે કોસબાથી ભાગી ગયેલો હોવાનું બહાર આવ્યું હતું.
આરોપી અંકલેશ્વર શહેર બી.ડીવીઝન પોલીસ મથકના ધાડ-૦૧ તથા મોબાઇલ ચોરી-૦૧ તથા પાનોલી પોલીસ મથકના ધાડના -૦૨ તેમજ રાજપારડી પોલીસ મથકના વર્ષ ૨૦૧૮ની ઘરફોડ ચોરીના ૦૧ ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીની ધરપકડ કરી તેને પાનોલી પોલીસના હવાલે કર્યો છે.
Latest Stories