અંકલેશ્વર: ખેતરોમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરનાર રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે MPથી કરી ધરપકડ

આજથી છ સાત વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડુતોના ખેતી વિષયક વિજજોડાણની ખેતરોમાં મુકવામાં આવેલ ડીપીઓ તોડી કોપરની ચોરી કરતી ગેંગે દ્વારા આતંક મચાવી રાત્રી દરમ્યાન ખેડુતો ખેતરમાં એકલા જવાય નહિં તેવો ભય ઉભો કરી

New Update
aaa

ખેતરોમાં લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી કરનાર રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે MPથી કરી ધરપકડ

આજથી છ સાત વર્ષ પહેલા અંકલેશ્વર પંથકમાં ખેડુતોના ખેતી વિષયક વિજજોડાણની ખેતરોમાં મુકવામાં આવેલ ડીપીઓ તોડી કોપરની ચોરી કરતી ગેંગે દ્વારા આતંક મચાવી રાત્રી દરમ્યાન ખેડુતો ખેતરમાં એકલા જવાય નહિં તેવો ભય ઉભો કરી તેમજ વિજ જોડાણની ડીપીઓ તોડી નાખવાથી ખેડુતોના ઉભા પાકને પાણી પીવડાવી નહિં શકતા પાકને નુકશાન કરતી ગેંગના સાગરીતોને જે તે વખતે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા તે ગેંગના નાસતા ફરતા આરોપી કલ્લાભાઇ ઉર્ફે કલ્લો ખુમાનભાઇ વાખલા રહે. કુશલપુરા હોળી ફળિયુ તા. રાનપુર જિ. જામ્બુવાને ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની ટીમે મધ્યપ્રદેશના જામ્બુવા ખાતેથી ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર "એ" ડીવિઝન પોલીસ સ્ટેશનના ધાડ તથા ચોરીના કુલ નવ ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે.
Read the Next Article

ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું

શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી

New Update
  • ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીકનો બનાવ

  • શંકાસ્પદ કેમિકલ ભરેલ બેગ મળી આવી

  • બેગનો મોટો જથ્થો મળી આવ્યો

  • ચીફ ઓફીસરે કર્યું નિરીક્ષણ

  • જીપીસીબીને કરવામાં આવી જાણ

ભરૂચના જેવી મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળતા તંત્ર દોડતું થયુ હતું.બેગના મોટા જથ્થા અંગે જીપીસીબી ને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે. છે. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં તંત્ર દોડતું થયું છે. આ ઘટનાની જાણ નગરપાલિકાના અધિકારીઓને થતા  ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી ગયા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી.
શંકાસ્પદ બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટાડેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તરત જ જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી.હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ  કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં. જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, આ માર્ગ પરથી રોજ હજારો લોકોનો અવરજવર રહે છે અને આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાંખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે.