New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
નેશનલ હાઇવે પરથી દારૂનો જથ્થો ઝડપાયો
કારમાં ભરેલો હતો દારૂ
રૂ.3.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસેથી સ્વીફ્ટ કારમાં લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત બાજુથી ભરૂચ તરફ વિદેશી દારૂનો જથ્થો ભરી સ્વીફ્ટ કાર પસાર થનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર હાઇવે ઉપર મોતાલી ગામની અમરાવતી ખાડીના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે 45 હજારથી વધુનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ઝાડેશ્વર ગામના દુબઈ ટેકરી ખાતે રહેતો પ્રગ્નેશ કાંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો.જેની પોલીસ પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો તેઓના ગામનો બુટલેગર નવીન રણછોડ વસાવાએ કોસંબાના નંદાવ ગામ ખાતે લેવા મોકલ્યો હતો.જ્યાં ચિરાગ નામના ઇસમ પાસેથી જથ્થો લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
Latest Stories