અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળથી વિદેશી દારૂ ભરી કાર સાથે બે ખેપિયાઓને 2.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભરૂચ એસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે કોસમડી તરફથી ભડકોદરા ગામ બાજુ એક ફોરવીલ ગાડી નંબર-જી.જે.19.એ.એફ.253માં વિદેશી દારૂ ભરી બે ઇસમો ભડકોદ્રા ગામમાં બુટલેગરોને વિદેશી દારૂ આપવા આવી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે ભડકોદરા ગામના ભાથીજી મંદિર ફળિયા પાછળ વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ફોર વહીલ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 396 નંગ બોટલ મળી આવી હતી
પોલીસે 50 હજારનો દારૂ અને 2 લાખની કાર તેમજ બે મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના મોટા મિયા માંગરોલના મસ્જિદ ફળિયામાં રહેતો દિવ્યેશ અરવિંદ સોની અને મોહસીન ઇબ્રાહિમ રાવતને ઝડપી પાડ્યો હતો.પોલીસે વિદેશી દારૂ અંગે બંનેની પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના ખાપર ખાતે રહેતો લૂકા નામના ઇસમ પાસેથી લઈ આવી ભડકોદ્રા ગામના અતુલ વસાવા અને હરેશ વસાવાને આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે તે ત્રણેય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories