અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે સારંગપુરના ગોડાઉનમાંથી ભંગારનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો, ભંગારીયાની ધરપકડ

અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.સામાન મળી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપી પાડ્યો

New Update
sarangpur
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.સામાન મળી કુલ 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસ.એસ.નો જથ્થો પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી એસ.એસ.ના પાઇપ,રિંગ,વાલ્વ સહિત 123 કિલો ભંગાર મળી આવ્યો હતો.
પોલીસે 49 હજારથી વધુના મુદ્દામાલ અંગે ભંગારી રાકેશ ગુપ્તાની પૂછપરછ કરતા આ જથ્થો સુનિલ નાયક અને જુનેદ બેલીમ નામના ઈસમો રિક્ષામાં ભરી આવ્યા હતા.જે ભંગાર સસ્તું હોવાથી બંને ઈસમો પાસેથી વેચાણ લીધું હોવાની ભાંગરિયાએ કબૂલાત કરી હતી.પોલીસે હાલ તો ભંગારીયા રાકેશકુમાર ગુપ્તાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories