New Update
/connect-gujarat/media/media_files/2024/10/26/3q0cJ0nU6H7aYWMQpjF7.jpg)
અંક્લેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત દીવારોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઈગ્લીશ મીડીયમ સ્કૂલના “મા શારદા દેવી ભવન” ખાતે ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા “થાળી શણગાર સ્પધા” તથા “પરંપરાગત પોશાકમાં રાસ-ગરબા સ્પધા”નું આયોજન કરાયું હતું.વિદ્યાર્થીઓ દ્વારા શણગારેલી થાળી દ્વારા મહઆરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે ડીમ્પલ પ્રજાપતિ તથા સ્મીતા જોષી નિર્ણાયક તરીકે સેવા આપી હતી.વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાણી-પીણીના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્યા મિનાક્ષી ભારદ્વાજ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો