અંકલેશ્વર: ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં મૃત્યુ પામેલ 4 કામદારોના પરિવારોને રૂ.1-1 કરોડનું વળતર ચુકવવા માંગ

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને ૧ કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ,જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

New Update
  • અંકલેશ્વરની ડેટોક્ષ કંપનીમાં બ્લાસ્ટનો મામલો

  • મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ

  • પરિવારજનોને રૂ. 1-1 કરોડના વળતરની માંગ કરાય

  • વિવિધ સંગઠનો દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં મૃત્યુને ભેટેલા ચાર કામદારોના પરિવારને ૧ કરોડનું વળતર આપવાની માંગ સાથે શ્રી રામ ચેરીટેબલ,જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.
શ્રી રામ ચેરીટેબલના શૈલેન્દ્ર પટેલ,સંતોષ પાસવાન અને જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો સહિતના યુવાનોએ આજરોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને અંકલેશ્વર મામલતદારને એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-૩જી ડીસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડેટોક્ષ ઈન્ડીયા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.સર્જાયેલી ગોઝારી ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા ચાર કામદારોના અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દુર ફંગોટાઈ જતા તેઓના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા.
ભરૂચ જીલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતના આક્ષેપ સાથે કોન્ટ્રકટરો અને માલિકોની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો ઔદ્યોગિક અકસ્માતની ઘટના બની સહીત છે.મુખ્ય માલિક સંસ્થાએ મૃતકોના પરિવારજનોને ત્રીસ લાખનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે જે વળતર ખુબ ઓછુ છે ત્યારે મૃતકો કામદારોના પરિવારજનોને ૧ કરોડ જેટલું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ઉપરાંત મોટાભાગના કોન્ટ્રાક્ટ કામદારો પરપ્રાતિય હોય આવા ગંભીર અકસ્માતોનો ભોગ બને છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા પરપ્રાતિય હોવાના કારણે તોછડું વર્તન કરી કાયદેસરના વળતરના હકકોથી વંચિત રાખવામાં આવે છે.અકસ્માત બાબતે ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ભરૂચ તેમજ જીપીસીબી ભરૂચ તેમજ લાગતી વળગતી સરકારી એજન્સી દ્વારા તટસ્થ, નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
Latest Stories