અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. 
Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.