New Update
/connect-gujarat/media/media_files/2025/02/16/03A2bUwOrTpMy2GmGUxd.jpg)
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ પાણીની ટાંકી સલામતીના ભાગરૂપે ઉતારી લેવામાં આવી હતી. માત્ર 11 સેકન્ડમાં પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ હતી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આરોગ્ય કેન્દ્રની સામે પાણીની ટાંકી આવેલી છે આ પાણીની ટાંકી અત્યંત જર્જરીત થઈ ગઈ હતી.
તાજેતરમાં જ એક યુવાન આ ટાંકીમાં પડી ગયો હતો જેને 12 કલાક બહાર બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે આજરોજ આ ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ હતી.
Latest Stories