અંકલેશ્વર: ડોકટર્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડોકટર્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોકટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ડૉક્ટર્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

  • ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન

  • સુરત ભરૂચ જિલ્લાના ડોકટરોએ લીધો ભાગ

  • રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ડોક્ટર્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ડોકટર્સ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષથી ડોકટર્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે.આજરોજ અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ્સ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોકટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્ય સરકારના જળસંશાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટરોની 6 ટિમ અને મહિલા ડોકટરોની 2 તેમજ ડોકટરોના બાળકોની બે ટિમ મળી કુલ 10 ટિમોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ ,પૂર્વ ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા ,ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડો.જીગ્નેશ પટેલ ,ડો.ધર્મેશ પટેલ ,સહીત ના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories