New Update
-
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટનું કાર્ય
-
સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં યોજાયો કાર્યક્રમ
-
સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ
-
સ્વામી નિખેલેશ્વરાનંદજી રહ્યા ઉપસ્થિત
-
આમંત્રીતોએ આપી હાજરી
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જુના બોરભાઠા સ્થિત સ્વામી વિવેકાનંદ શાળા કેમ્પસમાં ભારતના યુવા આઇકન સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
રાજકોટ રામકૃષ્ણ મિશન કેન્દ્રના વડા સ્વામી નિખેલેશ્વરાનંદજીની ઉપસ્થિતિમાં વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ભુપેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશ જોષી, એમ.જી.પંચાલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો, સ્ટાફ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ સાથે જ શાળાના મેગેઝીન વિવેકાનંદજલીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.સ્વામી નિખેલેશ્વરાનંદજીનીએ પ્રસંગિક ઉદબોધનમાં સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રને રજૂ કર્યું હતું.
Latest Stories