New Update
-
અંકલેશ્વરના ભડકોદ્રા ગામે નિર્માણ
-
પ્રવેશદ્વારનું નિર્માણ કરાયુ
-
રૂ.26 લાખનો કરાયો ખર્ચ
-
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ
-
આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ પ્રવેશદ્વારનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું
છેવાડાના વિસ્તારોમાં પણ વિકાસ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડીને આવેલ ભડકોડ્રા ગામમાં ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબહેન પટેલની ગ્રાન્ટમાંથી રૂપિયા 26 લાખના ખર્ચે પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભડકોદ્રા ગામમાં રૂપિયા 97 લાખના ખર્ચે ગટર લાઈ તેમજ રૂપિયા બે કરોડના ખર્ચે આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે જેનું આવનારા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે જ નજીકમાં આવેલ કાપોદ્રા ગામમાં લોકોની અવરજવર માટે રૂ.1.40 કરોડમાં ખર્ચે બનાવવામાં આવેલ બ્રિજનું પણ લોકાર્પણ કરાયુ હતું.
Latest Stories