અંકલેશ્વર: હાંસોટ પંથકમાંથી પસાર થતી NCTL કંપનીની પ્રદુષિત પાણીની લાઇનનું કામ ખેડૂતોએ અટકાવ્યું, કંપનીએ જાણ ન કરી હોવાના આક્ષેપ

હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો

New Update
  • હાંસોટ પંથકમાં ખેડૂતોનો વિરોધ

  • NCTL કંપનીની પાણીની લાઇનનું કામ અટકાવ્યું

  • ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી

  • પ્રદુષિત પાણીનું વહન કરવામાં આવે છે

  • ખેડૂતોને જાણ ન કરવામાં આવી હોવાના આક્ષેપ

ભરૂચના હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન માટે ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચના હાંસોટ પંથકમાં આવેલ ખેતીની જમીનમાંથી પસાર થતી અંકલેશ્વરની એનસીટીએલ કંપનીની પ્રદુષિત પાણીની પાઇપ લાઈન અર્થે થતી ખોદકામની કામગીરી ખેડૂતોએ અટકાવી દીધી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે ખેતરમાં નવી પાઇપ લાઈન નાંખવા કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી લીધી નહોતી. એન. સી.ટી.એલ .કંપની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાંસોટમાં ખેતરમાં કંપનીનું પાણી જવા માટેની પાઇપો નાખતા ખેડૂતોનો વિરોધ થતા કામ રોકવામાં આવ્યુ હતુ.
ખેડૂતોએ પોલીસની હાજરીમા કામગીરી રોકી હતી. કંપનીના સી.ઈ.ઓ. ઉમેશ ચૌહાણના મતે આ પાઇપ લાઈન નાંખવા માટે પ્રાંત અધિકારીની સહમતી લેવામાં આવી હતી અને બાદમાં પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો.તેઓએ એવુ પણ ઉમેર્યું હતુ કે ખેડૂતો સાથે અગાઉ બેઠક યોજવામાં આવી હતી પરંતુ ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા નહોતા. આ બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો.
Latest Stories