અંકલેશ્વર: GIDCમાં આવેલ ગટ્ટુ વિદ્યાલયમાં ફેસ્ટીવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી !

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે ફેસ્ટીવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી

New Update
  • અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલયમાં યોજાયો કાર્યક્રમ

  • ફેસ્ટીવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી

  • શાળાના વિદ્યાર્થીએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • ક્રિસમસ ટ્રી ડેકોરેશનની સ્પર્ધા યોજાઈ

  • શાળા પરિવાર અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય ખાતે ફેસ્ટીવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત ગટ્ટુ વિદ્યાલય ખાતે ફેસ્ટીવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી સાથે રમત-ગમત સાથે વાલીઓના સહયોગથી ફ્રુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જયારે ક્રિસમસ ટ્રી ડેકોરેશનની સ્પર્ધા યોજાઈ હતી જેમાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડિમ્પલબેન શાહએ સેવા આપી હતી.આ ફેસ્ટીવલ ઉજવણીમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર,આચાર્ય,ઉપાચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
Read the Next Article

ભરૂચ ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી..

New Update
Crime Branch Bharuch
ભરૂચના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલી ગામેઠી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપરડી પોલીસને સોંપાયો છે.