-
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
-
ફરી એકવાર આગનો બનાવ
-
ફીનોર પીપલજ કેમિકલ કંપનીમાં આગ
-
ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ
-
ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફીનોર પીપલજ નામની કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આ તરફ કામદારો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.
અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આગના આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.રસાયણિક પ્રક્રિયા દરમ્યાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળ્યું છે. ઇન્દ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદુષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.