અંકલેશ્વર: ગોયાબજારમાં આવેલ સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ, 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી

New Update
  • અંકલેશ્વરમાં મોટી દુર્ઘટના ટળી

  • સરકારી શાળામાં ગેસ સિલિન્ડર લીક થતા આગ

  • ગોયા બજારમાં આવેલી છે શાળા

  • 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડાયા

  • આગ પર કાબુ મેળવાયો

Advertisment
અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકારી શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી. શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલા ગોયા બજાર સ્થિત મુખ્ય શાળા નંબર એકમાં આજરોજ બપોરના સમયે મધ્યાહન ભોજનની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન ગેસ સિલિન્ડર અચાનક જ લીક થતા આગ ફાટી નીકળી હતી.આગના પગલે દોડધામ મચી જવા પામી હતી. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા 190 વિદ્યાર્થીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ શાળાના શિક્ષકોએ ફાયર ઇન્સ્ટિગયૂટરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જેના પગલે મોટી જાનહાની ટળી હતી આ તરફ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવવામાં વધારો થયો છે ત્યારે ગરમીના પગલે આગ લાગી હોવાનો પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
Advertisment
Latest Stories