New Update
/connect-gujarat/media/media_files/2025/04/12/ZOvjhow4KB7n5lUHAZfE.jpg)
અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઇવેને અડીને આવેલ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટ આગની ઘટનાઓ માટે જાણીતું બન્યું છે.અવારનવાર આગની ઘટનાઓ બનતા સ્થાનિકો પણ દહેશતમાં જીવી રહ્યા છે.તેવામાં આજરોજ આદર્શ માર્કેટના ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી.આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આગને કારણે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
અંકલેશ્વર આદર્શ માર્કેટમાં આવેલ અમન ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાં આગ લાગી#ankleshwar #firenews #firefighters #breakingnews #cgnews pic.twitter.com/K0w0PwxuJ5
— ConnectGujarat (@ConnectGujarat) April 12, 2025
આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા જ હાઇવેને અડીને આવેલા ગોડાઉનોમાં આગની ઘટના બની હતી.જે આગ સતત ત્રણ દિવસ ચાલી હતી ત્યારે તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈ કડક ચેકીંગ કરવામાં આવે એ જરૂરી છે. આજની ઘટનાની જાણ થતા ની સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બનાવ સંદર્ભે તપાસ શરૂ કરી હતી.
Latest Stories